Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

અમેરિકામાં સ્ટીલ ડ્યુટી વધવાની ભીતિએ ચીનમાં ઝીંક ત્રણ મહિનાના નીચલા સ્તરે

લંડન મેટલ એકસચેન્જના ગોદામોમાં ઝીંકનો વધતો ભંડાર

અમેરિકામાં સ્ટીલ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધવાના અનુમાનથી ચીનમાં ઝીંકની કિંમત ત્રણ મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગઈ છે. જયારે જાણકારોના માનવા મુજબ લંડન મેટલ એકસચેન્જના ગોદામોમાં ઝીંકનો ભંડાર પણ વધી રહ્યો છે, જેથી ઝીંકની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે. જોકે લંડન મેટલ એકસચેન્જમાં ઝીંક સહિત તમામ મેટલ્સ હલ્કી તેજી સાથે કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. બીજીતરફ નબળા ડૉલરથી લંડન મેટલ એકસચેન્જ પર સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. જયારે સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં નરમાશ નોંધાઈ રહી છે.

(9:44 am IST)