Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

અંતે ખાંડમાં ૧૦૦ ટકા આયાત ડ્યુટી લદાઈ ડ્યુટી બમણી કરાતા મિલો- ખેડૂતોને ફાયદો

રાજકોટ, તા.૮ : કેન્દ્ર સરકારે ખાંડની આયાત ડ્યુટી ડબલ કરી દીધી છે. હવે તેના પર ૫૦ ટકાની જગ્યાએ ૧૦૦ ટકાની ઈમ્પોર્ટ ડ્યુટી લાગશે. સરકાર દ્વારા આ વર્ષે ૨૬૦ લાખ ટન શુગરના ઉત્પાદનનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે.

ખાંડનાં સતત ઘટતા ભાવને કારણે મિલોને નુકશાન થતું હોવાની કહીને મિલોએ આયત ડ્યુટી વધારવા માંગણી કરી હતી. સ્થાનિક બજારમાં શુગરની ઘટતી કિંમતોને લઈને ઘણું નુકસાન થઈ રહ્યું હતું. એવામાં મિલોને રાહત આપવા માંગણી ઉઠી હતી અને હવે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે. જોકે રિટેલમાં શુગર હાલમાં પણ ખાસ્સી મોંઘી છે અને કેટલાક શહેરોમાં રિટેલર્સ મોટા પ્રમાણમાં નફાખોરી કરી રહ્યા છે.

(9:43 am IST)