Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રાજયમાં ઘઉંનું ઉત્પાદન વધવાની ધારણા આવક વહેલીઃ ગરમી વધતા ઉતારા ઘટશે

ઘઉંનો પાક ગયાવર્ષની તુલનાએ સવાયો થવાની શકયતા

રાજકોટ, તા.૭ : ચાલુ વર્ષે દેશમાં ઘઉંના સરેરાશ વાવેતરમાં ઘટાડો થયો છે. પરંતુ ગુજરાતમાં ઘઉંનું વાવેતર વધ્યું છે. ત્યારે રાજયમાં ઉત્પાદન પણ વધવાની ધારણા છે. જાણકારોના માનવા મુજબ ચાલુ વર્ષે સાનુકૂળ વાતાવરણને કારણે ઘઉંના ઉત્પાદનમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થવાની શકયતા છે.

છેલ્લા એકાદ સપ્તાહથી ગરમીમાં વધારો થતા આવક વહેલી થવાની ધારણા છે. રાજયમાં ઘઉંનું વાવેતર વધતા અને ગરમી વહેલી શરૂ થતા ઉતારા થોડા ઘણા ઘટે તેવી શકયતા છે. જોકે સરેરાશ ઉત્પાદન વધશે તેમ મનાય છે. ગયા વર્ષ કરતા સવાયો પાક થવાનો અંદાજ વ્યકત કરાઈ રહયો છે.

ચાલુ વર્ષે સારા પાકની ધારણા છે અને આગામી સપ્તાહથી આવકમાં પણ વધારો થવાની શકયતા છે. ગુજરાત ઉપરાંત મધ્યપર્દેશમાં પણ ઘઉંની આવક વહેલી થશે તેમ મનાય છે. એમપીમાં હાલમાં ૧૦ થી ૧૫ હાજર ગુણીની આવક થઇ રહી છે.

(9:49 am IST)