Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ડોલર સુધરતાં સોના ચાંદીમાં તેજી થંભી

રાજકોટ, તા.૬ : સોના ચાંદીમાં તેજી થંભી છે. ડૉલરની મજબૂતીને લીધે સીધી અસર સોના પર પણ થઈ છે. વૈશ્વિક બજારમાં સોનામાં ૩૦૩૫૦ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ૧૩૩૦ ડૉલરની આસપાસ જોવા મળી રહ્યો છે.

જાણકારોના માનવા મુજબ અમેરિકામાં નોકરીના આંકડા અનુમાનથી સારા રહેતાં ડૉલરમાં ઉછાળો આવ્યો છે અને સીધી અસર સોના પર થઈ છે. જો કે સોના કરતાં વધુ અસર ચાંદી પર જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ચાંદીમાં ૩૮૫૦૦ની નીચે કારોબાર થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કારોબાર ૧૬.૬ની આસપાસ જોવા મળ્યો છે.

(10:00 am IST)