Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ડુંગળીના મંદીને રોકવા નિયંત્રણ હટાવાયા લઘુતમ નિકાસ ભાવની સિસ્ટમ દૂર કરાઈ

નિયંત્રણો નાબૂદ કરાતા ભાવમાં ઝડપી સુધારો

રાજકોટ, તા.૬ : ડુંગળીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદીનો માહોલ જોવાઈ રહયો છે. જથથાબંધ ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે મંદીને રોકવા સરકારે ડુંગળીના નિકાસ નિયંત્રણ હટાવ્યા છે. નિકાસ માટે ૭૦૦ ડોલરના લદ્યુતમ નિકાસ ભાવની સિસ્ટમ દૂર કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગાઉ નવેમ્બરમાં ૮૫૦ ડોલરના ભાવ લદાયા હતા. બાદમાં જાન્યુઆરીમાં ઘટાડીને ૭૦૦ ડોલર નિકાસ લદ્યુતમ ભાવ નક્કી કરાયા હતા. ડુંગળીના નિકાસ નિયંત્રણો હટાવી લેતા ભાવમાં કવીન્ટલે ૧૦૦ થી ૨૦૦ રૂપિયાનો ઝડપી સુધારો નોંધાયો છે.   

નાશિકમાં ભાવ ૨૦૦૦ થી ૨૨૦૦ વચ્ચે બોલાયા છે. જયારે મહુવામાં લાલ ડુંગળીના ભાવ વધીને ૪૦૦ની સપતિએ પહોંચ્યા છે. જયારે સફેદ ડુંગળીના ભાવ ૩૦૦ને પાર પહોંચ્યા છે જાણકારોના માનવા મુજબ નિકાસના લદ્યુતમ ભાવ સિસ્ટમ હટાવ્યા બાદ જો નિકાસ વેપાર થશે તો ભાવને ટેકો સાંપડશે નહીંતર આવક વધતા ભાવમાં નરમાઇ જળવાઈ રહેશે.

(9:58 am IST)