Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ખાંડ ઉદ્યોગમાં મીઠાસ લાવવા તૈયારી મિલોની માંગ પર નવી પોલિસી ઘડાશે

આયાત પર સખ્તાઈ અને નિકાસમાં રાહત આપવા નિર્ણંય થઇ શકે

રાજકોટ, તા.૬ : ખાંડ ઉદ્યોગમાં કારમી મંદીનો માહોલ જોવાઈ રહયો છે. સુગર ફેકટરીઓ માથે ટેકસનું ભારણ અને વેપારની પ્રતિકૂળતાને કારણે મિલોએ ટેકસમાં રાહત આપવા અને આયાત પર શખ્ત બનવા સરકાર સમક્ષ માંગ કરી હતી. જેના પગલે મિલોની માંગ પર કેન્દ્ર સરકાર ખાંડ માટે નવી પોલિસી લાવવા યોજના બનાવી રહ્યાંનું જાણવા મળે છે.

મળતી જાણકારી મુજબ સરકાર ખાંડની આયાત ઉપર સખ્તી લાવવા અને નિકાસને પ્રોત્સાહન આપવા નિર્ણંય કરી શકે છે. મળતી માહિતી મુજબ સરકાર ખાંડની આયાત ડ્યુટી વધારીને ૧૦૦ ટકા કરવા વિચારી રહી છે. અને સરકાર નિકાસને સરળ બનાવવા તૈયારી કરી રહી છે.

સુગર મિલોને ખાંડના સતત ઘટતા ભાવને કારણે નુકશાન વેઠવું પડે છે. ત્યારે સુગરમિલોએ સરકારને ખાંડ ઉપર ૨૦ ટકા નિકાસ ડ્યુટી નાબૂદ કરવા માંગ કરી હતી.

(9:59 am IST)