Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

વિદેશી હૂંડિયામણ ભંડોળ ૪૧૭,૭૮ અબજ ડોલરે આંબ્યુઃસતત સાતમા સપ્તાહે વધ્યું

નવી દિલ્હી, તા.૫ : દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં સતત સાતમાં સપ્તાહે વધારો થયો છે. ૨૬મી જાન્યુઆરીએ પૂરા થતાં સપ્તાહે વધીને ૪૧૭.૭૮ અરબ ડોલરના વિક્રમી સ્તરે પહોંચ્યું છે. રિઝર્વ બેંક ધ્નારા જાહેર કરાયેલ આંકડા મુજબ ૨૬ જાન્યુઆરીએ પૂર્ણ થતાં અઠવાડિયામાં વિદેશી હુંડિયામણ ભંડારમાં સૌથી મોટાં ઘટક વિદેશી મુદ્રા પરિ સંપત્તિમાં ૯૩.૪૬ કરોડની વૃદ્ઘિ થઈ અને તે ૩૯૦.૭૭ અરબ ડોલર પર પહોંચી ગયું હતું. સુવર્ણ ભંડાર ૨૦.૪૨ અરબ ડોલર પર સ્થિર રહ્યું. આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશની પાસે આરક્ષિત નિધિ પણ ૧.૭ કરોડ ડોલરથી વધીને અઠવાડિયાના અંતે ૨.૦૭ અરબ ડોલર પર અને વિશેષ આહરણ અધિકાર ૧.૨૭ કરોડ ડોલરથી વધીને ૧.૫૪ અરબ ડોલર પર પહોંચી ગયું હતું.

(11:50 am IST)