Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

હવે મોબાઈલ પોર્ટ કરવા માત્ર ૪ રૂ. આપવા પડશેઃ ટ્રાઇએ ઘટાડયા દર

રાજકોટ, તા.૨ : હવે મોબાઇલ નંબર પોર્ટ કરાવા માટે માત્ર ૪ રૂપિયા આપવા પડશે. ટ્રાઈએ  દર ઘટાડી દીધા છે. પહેલા નંબર પોર્ટ કરવા માટે ૧૯ રૂપિયા દેવા પડતા હતા. પરંતુ હવે તેમાં ૮૦ ટકાની કપાત કરી દેવામાં આવી છે. ટ્રાઈનું કહેવુ છે કે નંબર પોર્ટ કરવાની માંગ સતત વધી છે અને તેના પર ખર્ચ પહેલાથી ઓછો થયો છે. જેના કારણે દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(10:15 am IST)