Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

જુવારમાં તેજીઃ નવો પાક ઓછો હોવાની ધારણાઃ ઘરાકીના પગલે ભાવમાં વધારો

રાજકોટ, તા.૨ : જુવાર બજારમાં તેજીનો માહોલ જોવાઈ રહયો છે. બજારમાં લેવાલીને પગલે ભાવમાં સતત વધારો થઇ રહયો છે. જાણકારોના માનવા મુજબ જુવારનો નવો પાક ઓછો થવાની ધારણાએ બજારમાં માંગને કારણે ભાવને ટેકો સાંપડ્યો છે. છેલ્લા ૧૫ દિવસમાં ભાવમાં ૧૦૦નો વધારો થયો છે અને આગામી દિવસોમાં પણ ભાવમાં સુધારો જળવાઈ રહે તેવી શકયતા છે.

જુવારની રાજકોટમાં ૨૦૦ બોરની આવક હતી અને ભાવ મીડીયમ કવોલિટીના ૫૫૦ થી ૬૦૦ આસપાસ બોલાતા હતા. જયારે સુપર કવોલિટીના ૬૯૦ થી ૭૨૦ સુધી જોવાયા હતા.

(10:13 am IST)