Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ચણાના વાયદામાં મજબૂતીઃ હાજર બજારમાં દબાણઃ કાબુલી ચણામાં કવીન્ટલે ૫૦૦ તૂટ્યા

વિક્રમી વાવેતરને કારણે ભાવમાં મોટી તેજીની શકયતા નહિવત

રાજકોટ, તા.૨ : ચણાના વાયદામાં છેલ્લા કેટલાક દિવસોથી મજબૂતીનો માહોલ જોવાઈ રહયો છે. જોકે હાજર બજારમાં વેચવાલીના દબાણએ ભાવમાં નરમાઇ જોવાઈ છે. બીજીતરફ કાબુલી ચણાના કવીન્ટલે ૫૦૦દ્ગટ ઘટાડો નોંધાયો છે. ચણાનો માર્ચ વાયદો ૯૦ રૂપિયા ઘટીને ૩૮૦૦ની સપાટીએ ગગડ્યો હતો. જોકે ગયા સપ્તાહે વાયદામાં ૩૭૦૦ની સપાટી તૂટી હતી. જે મથાળેથી હાલમાં સુધારો જોવા મળે છે.

દિલ્હીના બજારમાં કાબુલી ચણાનો વાયદામાં કવીન્ટલે ૫૦૦નો ઘટાડો જોવાયો છે. આમ હાજર અને વાયદામાં સામસામા રાજ જોવાઈ રહ્યાં છે. જોકે ખાસ લેવાલી નથી. ચાલુ વર્ષે ચણાનું વિક્રમી વાવેતર થયું છે અને નવી આવકના અંદેશા વચ્ચે બજારમાં મોટી તેજીની શકયતા નહિવત છે અને વાયદામાં સટ્ટાકીય તેજીને કારણે ભાવમાં મજબૂત પક્કડ હોવાનું મનાય છે.

(10:12 am IST)