Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રબરમાં મંદીઃ રિયલ એસ્ટેટ અને ઓટો ક્ષેત્રની માંગ ઘટીઃ ભાવ ગતવર્ષ કરતા ૨૫ ટકા નીચા

વૈશ્વિક ભાવ ઓછા હોવાથી ટાયર ઉત્પાદકની વધતી આયાતથી ભાવમાં દબાણ

રાજકોટ, તા.૨ : રબર બજારમાં મંદીનો માહોલ જોવાઈ રહયો છે. રબર ઉદ્યોગમાં આયાતી રબરના દબાણે ભાવની પળોજણ રહે છે. જાણકારોના માનવા મુજબ રિયલ એસ્ટેટ અને ઓટો સેકટરની માંગ ઘટતા ભાવમાં મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે અને રબરના મુખ્ય મથક એવા કોટ્ટાયમમાં ચાલુ સપ્તાહે રર્બન ભાવ ૧૨૩ પ્રતિ કિલો થયા હતા. જે ગયા વર્ષે ૧૫૮ રૂપિયા પ્રતિ કિલો હતા. આમ ગતવર્ષની તુલનાએ ભાવમાં ૨૫ ટકાનું ગાબડું જોવાયું છે.

બીજીતરફ ટાયર ઉત્પાદકો પોતાના સ્ટોક માટે વિદેશથી સસ્તા રબરની આયાત કરી રહ્યાં છે. જેને કારણે સ્થાનિક રબરના ભાવને ટેકો સાંપડતો નથી. સ્થાનિક રબરના ભાવની તુલનાએ આયાતી રબરના ભાવ કિલોએ ૩૦ નીચા છે. અયાટાઈ રબરના ભાવ ૯૫ આસપાસ ચાલી રહ્યાં છે. રબર ઉદ્યોગ દ્વારા અનેકવાર આયાત ડ્યુટી વધારવા માંગણી કરાઈ છે.

(10:12 am IST)