Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાજય સરકાર વધુ એક લાખ ટન મગફળીની ખરીદી કરશેઃકેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

રાજકોટ, તા.૧ : ગુજરાત સરકારે મગફળીની ખરીદી પર  નિર્ણય લીધો છે. રાજય સરકારે મગફળી માટે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે વધુ મગફળીની ખરીદી માટે મંજૂરી આપી દીધી છે. હવે સરકાર વધુ ૧ લાખ ટન મગફળી ખરીદી શકશે. કેબિનેટની મળેલી બેઠકમાં આ બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે કૃષિ વિભાગના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે.

(9:56 am IST)