Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

દેશમાં ખાંડના ઉત્પાદનનો વધતો અંદાજ ત્રણ મહિનાથી ભાવમાં એકધારો ઘટાડો

ઉત્પાદન ૨૮ ટકા વધીને ૨૬૦ લાખ ટન થવાની ધારણા

રાજકોટ, તા.૧ : દેશમાં ખાંડના ઉત્પાદનના અંદાજમાં વધારો થયો છે. ઇન્ડિયન સુગરમીલ એસો.એ ખાંડના ઉત્પાદનનો અંદાજ ૧૦ લાખ ટન વધારીને ૨૬૧ લાખ થવાનું કહ્યું છે. જયારે રેટિંગ એજન્સીના માટે ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન ૨૬૦ લાખ ટન થશે. જે ગયા વર્ષે ૨૦૩ લાખ ટન થયું હતું. આમ ગયા વર્ષની તુલનાએ ઉત્પાદનમાં ૨૮ ટકાનો વધારો થવાની ધારણા છે.

બીજીતરફ ખાંડના ભાવમાં એકધારો ઘટાડો થઇ થઈ રહયો છે. સપ્ટેમ્બર-ઓકટોબરમાં એકસ મિલ યુપી ખાંડનો ભાવ ૩૭૦૦ થી ૩૭૫૦ હતો. જે નવેમ્બરમાં ઘટીને ૩૬૦૦ થી ૩૬૫૦ થયો હતો અને ડિસેમ્બરમાં ઘટીને ૩૩૫૦ થી ૩૪૦૦ થયો હતો. જયારે જાન્યુઆરીમાં ૩૩૦૦ થી ૩૩૫૦ થયા છે.

(9:54 am IST)