Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

વર્ષ ૨૦૧૭માં નીલગીરી 'ચા'નું ઉત્પાદન ૨૯ ટકા વધીને ૧૫૩ લાખ કિલોએ આંબ્યુ

ડિસેમ્બરમાં ઉત્પાદનમાં ૧૨ ટકાનો નોંધાયો ઘટાડો

રાજકોટ, તા.૧ : પ્રીમિયમ ચાના ઉત્પાદક મથક નીલગીરીમાં વીતેલા વર્ષે ચાના ઉત્પાદનમાં વધારો થયો હતો. ટી બોર્ડના માનવા મુજબ વર્ષ ૨૦૧૭માં નીલગીરીમાં ચાનું ઉત્પાદન ૧૫૩.૮ લાખ કિલો થયું હતું. જે વર્ષ ૨૦૧૬માં આ સમયગાળામાં ઉત્પાદન ૧૧૯.૪ લાખ કિલો થયું છે. આમ આગલા વર્ષની તુલનાએ ઉત્પાદનમાં ૨૯ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ઉત્પાદન ૧૪૦.૩ લાખ કિલો થયું છે. આમ સરેરાશ ઉત્પાદનમાં ૧૦ ટકા વધારો થયો છે. જોકે ડિસેમ્બરમાં ચાનું ઉત્પાદન આગલા વર્ષના ડિસેમ્બર કરતા ઘટ્યું હતું. નીલગીરીમાં ડિસેમ્બરમાં ચાનું ઉત્પાદન ૮.૬ લાખ કિલો થયું હતું. જ એવર્ષ ૨૦૧૬ના ડિસેમ્બરમાં ૯.૫ લાખ કિલો થયું હતું. જયારે છેલ્લા પાંચ વર્ષનું સરેરાશ ઉત્પાદન ૯.૬ લાખ કિલો થયુ હતું.

(9:54 am IST)