સાનિયા મિર્જાની બાયોપિક બનાવવાની રોહિત શેટ્ટીની ઈચ્છા
મુંબઇ: બોક્સ ઑફિસ પર ૧૦૦ કરોડની ક્લબના સ્થાપક મનાતા અને એક્શન તેમજ ભરપુર કોમેડી ફિલ્મો બનાવનારા ટોચના ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાયો-ફિલ્મ બનાવવાની મારી ઇચ્છા છે. અગાઉ સિંઘમ, ચેન્નાઇ એક્સપ્રેસ અને ગોલમાલ જેવી સુપરહિટ ફિલ્મો આપનારા રોહિત હાલ અન્ય ટોચના ફિલ્મ સર્જક કરણ જોહર સાથે ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર્સ નામે ટીવી રિયાલિટી શો કરી રહ્યા છે. આ શોમાં કરણ અને રોહિત બંનેએ કહ્યું હતું કે ઇન્ટરનેશનલ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાયો ફિલ્મ બનાવવાની અમારી ઇચ્છા છે. રોહિતે આ વિષયમાં બોલતાં કહ્યું કે પાકિસ્તાની ખેલાડી સાથે લગ્ન કર્યા બાદ પણ એ ભારતીય ટેનિસ સ્ટાર તરીકે ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ રમતી રહી છે. એણે પોતાની ભારતીય હોવાની ઓળખ હજુ જતી કરી નથી કે પોતાને પાકિસ્તાની નાગરિક કહેવડાવતી નથી. એ બહુ મોટી વાત છે અને એને બિરદાવવા એની બાયો-ફિલ્મ બનવી જોઇએ એમ અમને લાગે છે. અમે એને પૂછ્યું હતું કે તમારી બાયો-ફિલ્મમાં તમે ચમકશો કે ત્યારે એણે કહ્યું હતું કે પરિણિતી ચોપરા મારો રોલ કરે તો મને વધુ ગમશે. હું પોતે તો આ ફિલ્મમાં સહભાગી નહીં થઇ શકું.