સુનિલ શેટ્ટીની પુત્ર સહીત બે ચેહરા લોન્ચ કરશે સાજીદ નડિયાદવાલા
મુંબઈ: ફિલ્મ નિર્માતા સાજિદ નાડિયાદવાલાએ એની કોમેડી ફિલ્મ હાઉસફુલથી જેકલિન ફર્નાડિઝને રી લોન્ચ કરી હતી. તો ૨૦૧૪માં ટાઇગર શ્રોફ અને ક્રીતિ સૈનોને ફિલ્મ 'હિરોપંતી'થી લોન્ચ કર્યા હતા. અને આ વર્ષે એ ફરી બે નવા ચહેરાને લોન્ચ કરવાની તૈયારીમાં છે. સાજિદે થોડા સમય પહેલા કહ્યું હતું કે તે સુનીલ શેટ્ટીના પુત્ર અહાનને એની ફિલ્મ દ્વારા લોન્ચ કરશે. હવે એની સાથે તે નિર્માતા વિજય ગલાનીની પુત્રી હિતિકાને પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. હિતિકાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે તે સાજિદ નાડિયાદવાલાને નાનપણથી ઓળખે છે. અને એની ફિલ્મો જોઇને મોટી થઇ છે. સાજિદ અને હિતિકાના પિતા વિજય ગલાની સારા મિત્રો છે. આથી સાજિદે હિતિકાને અભિનેત્રી બનવા માટે પ્રોત્સાહન પૂરું પાડયું હતું.