ફિલ્મ જગત
News of Saturday, 31st October 2020

બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટે ઓમની ચેનલ લાઇફસ્‍ટાઇલ રિટેલર નાઇકામાં રોકાણ કર્યું: ત્રણ કારણોથી તેના તરફ આકર્ષાઇ

નવી દિલ્હી: બોલીવુડની એક જાણિતી હસ્તી વ્યવસાયની દુનિયા સાથે જોડાવવા જઇ રહી છે અને તે બીજું કોઇ નહી પરંતુ દિગ્ગજ અભિનેત્રી આલિયા ભટ્ટ છે. યુવા સુપરસ્ટારે ઓમની ચેનલ લાઇફસ્ટાઇલ રિટેલર નાઇકામાં રોકાણ કર્યું છે. જોકે રોકાણ રાશિનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

આલિયા ભટ્ટનો નવો પ્લાન

નાઇકાની સંસ્થાપક અને સીઇઓ ફાલ્ગુની નાયરે તેના પર કહ્યું કે 'વર્ષ 2012માં આલિયા અને નાઇકા બંને કેવી રીતે લોન્ચ થયા હતા, તેના વિશે મારી અને આલિયા વચ્ચે એક રસપ્રદ વાતચીત થઇ. તેમણે કહ્યું કે તે ત્રણ કારણોથી નાઇકામાં રોકાણ કરવા માંગે છે. પહેલું કારણ એ છે કે તેના મૂળિયા ભારતીય છે, બીજું એ છે કે એક મહિલા દ્રારા સ્થાપિત છે અને ત્રીજું એ છે કે નાઇકા આ વાતનો પુરાવો છે કે તે ભારત અને દુનિયાની સૌથી સારી પ્રોડક્ટ બની શકે છે. મને તેમના સ્પષ્ટ વિચારથી પ્રેમ થઇ ગયો અને સાથે જ મને તે ઉત્સુક મનની ઝલક પણ મળી, જેના લીધે તેમને ફોર્બ્સ 30 અંડર 30ની યાદીમાં રાખવામાં આવ્યું છે.

કેટરીના કૈફ પણ કરે છે આ કામ

તેમણે આગળ કહ્યું કે 'હું હકિકતમાં આ વાતની પ્રશંસા કરું છું કે આટલી નાની ઉંમરમાં આલિયાએ કેટલું બધુ પ્રાપ્ત કર્યું છે અને વિવિધ પાત્રોને તેમણે ખૂબ ઉંડાઇ સાથે ફિલ્મમાં ચિત્રણ કર્યું છે. નાઇકામાં આપણે બધાને કંપનીમાં એક રોકાણના રૂપમાં તેમનું સ્વાગત કરતાં ખુશી થઇ રહી છે. 'આલિયા' ભટ્ટ સાથે કેટરિના કૈફ પણ નાઇકાના રોકાણ પરિવારનો ભાગ છે.

(5:00 pm IST)