તિરૂપતિ એડીબલ ઓઇલની નવી બ્રાન્ડ એમ્બેસેડર કરીના કપુર ખાન
(કેતન ખત્રી) અમદાવાદ : એન.કે. પ્રોટીન્સ ગ્રુપનો હિસ્સો તિરૂપતિ એડિબલ ઓઇલે બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનની તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરી છે.
દેશમાં કરીના કપૂર ખાન સૌથી લોકપ્રિય સેલીબ્રિટી પૈકીની એક છે. એક અભિનેત્રી, પત્નિ અને માતા તરીકેનું તેમનું સમર્પણ ખુબજ અદભુત છે અને દેશભરમાં તેમણે અપાર પ્રશંસા સાંપડી છે. અગ્રણી જાપાનિઝ રિસર્ચ એજન્સી દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેમાં તેઓ સૌથી જાણીતા વ્યકિત પૈકીના એક પણ છે. આજ કારણોસર એન.કે. પ્રોટીન્સ બ્રાન્ડ માટે તેમને એકદમ આદર્શ ગણે છે.
આ અંગે પ્રતિક્રિયાં આપતાં એન.કે. પ્રોટીન્સના સીઇઓ પ્રિયમ પટેલે જણાવ્યું હતું કે, 'અમે અમારી બ્રાન્ડ માટે કરીના કપૂર ખાન સાથે ભાગીદારી કરતાં ખુશી અનુભવીએ છીએ. તેમની માફક અમારી બ્રાન્ડ પણ દેશભરમાં વિશેષ ઓળખ ધરાવે છે અને લોકો તરફથી પ્રશંસા મેળવે છે. તેમની મહેનતુ પ્રકૃતિ અને હંમેશા શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ અમારી બ્રાન્ડની વિચારધારા સાથે એકમદ સુસંગત છે.'
આ પ્રસંગે કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે, 'હું ૨૫ વર્ષનો વારસો ધરાવતી દેશની અગ્રણી ઓઇલ બ્રાન્ડ પૈકીની એક તિરૂપતિ એડિબલ ઓઇલ્સનો હિસ્સો બનતા ખુશી અનુભવું છુ.'