ફિલ્મ જગત
News of Friday, 30th September 2022

મારી પાસે એવો સમય પણ નથીઃ સૃષ્‍ટી રોડે

સૃષ્‍ટી રોડે ટીવી પરદે જાણીતી અભિનેત્રી છે. તે છેલ્લે વિવાદાસ્‍પદ શો બિગ બોસઅ૧૨માં જોવા મળી હતી. તે કહે છે લોકો મને પુછે છે કે હું સિંગલ છું કે કેમ? તો જવાબ એ છે કે હા હું સિંગલ છું. સૃષ્‍ટીની સગાઇ મનિષ નાગદેવ સાથે થયા પછી ૨૦૧૯માં બંને છુટા પડી ગયા હતાં. એ પછી બિગ બોસના સાથી સ્‍પર્ધક રોહિત સુચંતી સાથે સૃષ્‍ટીનું નામ જોડાયું હતું. પણ આ શો પછી બંને એક બીજાના સંપર્કમાં નથી. સૃષ્‍ટી કહે છે હું સિંગલ છું અને મારી પાસે કોઇને મળવાનો સમય પણ નથી. ગયા વર્ષે હું બિમાર હતી. આખી દુનિયા કોરોનાના કપરા કાળમાંથી બહાર આવીને ફરી કામે વળગી હતી ત્‍યારે હું પથારીમાં પડી હતી. ત્રણ વર્ષની લાંબી રજા પછી સૃષ્‍ટીનું કપિલ શર્માના શો થકી ફરી ટીવી પરદે આગમન થયું છે. તે કહે છે હું પહેલી જ વખત સ્‍ટેન્‍ડ અપ કોમેડી શો કરી રહી છું.

(10:21 am IST)