ફિલ્મ જગત
News of Thursday, 30th June 2022

જુદા જુદા રોલ કરવા જરૂરી હોય છેઃ મૃણાલ

અભિનેત્રી મૃણાલ ઠાકુરે ઇન્‍ડસ્‍ટ્રીમાં લાંબી સફર કાપી લીધી છે અને હવે તે સફળતાની સીડીઓ સુધી પહોંચી ગઇ છે. તેની ગણના હવે વ્‍યસ્‍ત અભિનેત્રીઓમાં થઇ રહી છે. મૃણાલ ઠાકુર કહે છે દિગ્‍ગજ અભિનેતા બનવા માટે જુદા-જુદા પાત્રો ભજવવા એ ખુબ મહત્‍વનું છે. મૃણાલે લવ સોનીયા ફિલ્‍મથી કારકિર્દી શરૂ કરી હતી. હાલમાં તે શાહિદ કપૂર સાથે જર્સી ફિલ્‍મમાં જોવા મળી હતી. આગામી સમયમાં તેની વધુ બે ફિલ્‍મો આવી રહી છે. જેમાં એક ફેમિલી કોમેડી આંખ મિચોલી અને બીજી વોરપર આધારીત ફિલ્‍મ પીપા છે. દરેક પ્રકારની ફિલ્‍મોમાં કામ કરવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરતાં મળણાલે કહ્યું હતું કે હું શકય હોય એવા તમામ પ્રકારની ફિલ્‍મોમાં કામ કરવા માગું છું. હું એક જ પ્રકારના રોલમાં બંધાવા નથી માગતી. મેં માત્ર એક જ વાતનો નિર્ણય કરી રાખ્‍યો હતો કે હું એવી ફિલ્‍મો કરીશ જે મને એક એક્‍ટર તરીકે ઉત્‍સાહિત કરે અને પડકાર આપે. મને એવું લાગે છે કે મોટા એક્‍ટર બનવા માટે તમારે અલગ રોલ્‍સ કરવા પડે છે.

(10:53 am IST)