ફિલ્મ જગત
News of Thursday, 29th October 2020

મલાઇકા અરોરાને જોઈને 'બબીતા જી'ને ભૂલ્યા જેઠાલાલ? જબરજસ્ત કર્યો ડાન્સ

ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત આવે તો સૌથી પહેલા આપણી સામે દિલીપ જોશી દ્વારા ભજવેલ જેઠાલાલનું પાત્ર આવે છે. શો માં જેઠાલાલની પત્ની દયાબેન છે પણ તે ઘણી વખત બબીતા જી સાથે ફ્લર્ટ કરતો જોવા મળે છે. સિરીયલમાં આ બંનેને કેમેસ્ટ્રી દર્શકોને ઘણી પસંદ આવે છે. જોકે હાલમાં જેઠાલાલ સામે અભિનેત્રી અને મોડલ મલાઇકા અરોરા આવી તો તે બબીતા જી ને ભૂલી ગયા હતા.  આ બધું ડાન્સ રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર બન્યું હતું. જયાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ પ્રોડ્યુસર અસિત મોદી સાથે પહોંચી હતી. આ દરમિયાન જેઠાલાલે સ્ટેજ પર શો ની જજ મલાઇકા સાથે ડાન્સ કર્યો હતો. મલાઇકાએ પણ જેઠાલાલ સાથે ઘણી મસ્તી કરી હતી. મલાઇકાએ બાપુજી ચંપકલાલ સાથે પણ મજેદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન બાપુજી લાડકી સાથે ડાન્સ મૂવ્સ કરતા જોવા મળ્યા હતા.  શો પર જેઠાલાલને નવા દયાબેન પણ મળી ગયા છે. શો ની એક સ્પર્ધક રુતુજા જુનારકરે દયાબેનના અંદાજમાં એવો ડાન્સ કર્યો કે શો ના પ્રોડ્યુસર અસિત મોદી શો માં દયાબેન બનીને આવવાની ઓફર કરી દીધી હતી.   જેઠાલાલે બબીતા જી સાથે પણ ડાન્સ કર્યો હતો. બંને આવા અંદાજમાં સેટ પર મસ્તી કરતા જોવા મળ્યા હતા.

(9:22 am IST)