ફિલ્મ જગત
News of Thursday, 29th October 2020

ભારતી તમામ ચિંતા દુર કરી દે તેવી મિત્રઃ જસ્મીન ભસીન

ટીવી પરદાના બે જાણીતા ચહેરા જસ્મીન ભસીન અને કોમેડી કવીન ભારતીસિંહ અસલી જિંદગીમાં ખુબ સારી મિત્રતા ધરાવે છે.  જસ્મીન હાલમાં બિગ બોસને કારણે પણ ચર્ચામાં છે. જસ્મીન ભારતીને પોતાની સ્ટ્રેસ બસ્ટર તરીકે ઓળખાવે છે. અગાઉ ભારતી અને તેના પતિ હર્ષ લિમ્બચીયા સાથે જસ્મની ખતરા ખતરા ખતરા નામના શોમા અને ખતરો કે ખિલાડી તેમજ ફનહિત મેં જારી સહિતના શોમાં કામ કરી ચુકી છે. જસ્મીન હાલમાં બિગ બોસમાં છે. પણ ભારતીએ ફનહિત મેં જારી શો થકી દર્શકોનું મનોરંજન યથાવત રાખ્યું છે. જસ્મીન કહે છે-એક સારી દોસ્ત ખુબ જરૂરી હોય છે. ખતરો કે ખિલાડીએ મને હર્ષ અને ભારતીના રૂપમાં બે દોસ્ત આપ્યા છે. હું એકવાર તો ફનહિત...શોમાં ભારતીની મા બની હતી, એ કામ કરવામાં ખુબ મજા આવી હતી. મનોરંજનની દુનિયામાં જ્યાં બધા પૈસા અને પ્રસિધ્ધી પાછળ દોડતા હોય છે ત્યાં મિત્રો બનાવવા સરળ નથી હોતાં. જસ્મીન કબુલે છે કે ભારતી જ્યારે પણ મારી સાથે હોય છે મારો તમામ તણાવ ગાયબ થઇ જાય છે. ભારતી હમેંશા હસાવતી રહે છે. તેનું સેન્સ ઓફ હ્યુમર પણ ગજબનું છે. તેની સાથે વાત કરતી વખતે તમે તમારી દરેક ચિંતા ભુલી જાવ છો.

(9:21 am IST)