શરદ કેળકરે ડબીંગનું કામ કર્યુ ખતમ
વેબ સિરીઝની દુનિયામાં ખુબ જોવાયેલી અને વખણાયેલી સિરીઝમાં સામેલ ધ ફેમિલી મેનની બીજી સિરીઝ આવી રહી છે. મધ્યમ વર્ગીય પરિવારના સામાન્ય માણસ આસપાસ કહાની ફરતી રહે છે. આ માણસ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના સ્પેશિયલ સેલમાં કામ કરે છે. દેશનું રક્ષણ કરવાની સાથો સાથ તે પરિવાર સાથે સમય પસાર કરવા પણ પ્રયાસો કરે છે. ગયા વર્ષે ધ ફેમિલી મેન રિલીઝ થઇ હતી. તેના દ્વારા શરદ કેરકળે ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી હતી. હવે બીજી સિઝન લોકોનું મનોરંજન કરવા આવી રહી છે. શરદે એક તસ્વીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે ડબીંગ પુરૂ થઇ ગયું છે. ભારતના બેસ્ટ શો ધ ફેમિલી મેન અને ધ ફેમિલી મેન-૨ સાથે જોડાવાની તક મળી છે. મનોજ બાજપાઇ, પ્રિયામણી, સામંતા અક્કેનીની, શારીબ હાસમી, પવન ચોપરા, શરદ કેળકર, ગુલ પનાગ સહિતે આ સિરીઝમાં કામ કર્યુ છે. આવતા મહિને આ સિરીઝ સ્ટ્રીમ થઇ શકે છે.