આવતા વર્ષે ઉનાળામાં આવી શકે છે બ્રહ્માસ્ત્ર
જે ફિલ્મોની ચાહકો ખુબ આતુરતાની રાહ જોઇ રહ્યા છે તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર પણ છે. બે ર્ષ્વા પહેલા આ ફિલ્મનું કામ શરૂ થયું હતું. પરંતુ રિલીઝની તારીખ કોરોનાને કારણે ખુબ આગળ વધી ગઇ હતી. તાજેતરમાં ફિલ્મના ડબીંગ બાટે રણબીર સ્ટુડિયો પહોંચ્યો હતો. આ ફિલ્મ માટે એ વાત સામે આવી છે કે ફિલ્મની લંબાઇ ટુંકાવી નાંખવામાં આવી છે. નિર્માતા કરણ જોહરના સ્ટુડિયો પાર્ટનર ફોકસ સ્ટાર સ્ટુડિયોઝે ત્રણ કલાકની ફિલ્મને અઢી કલાકની કરવાનું કહ્યું હતું. અયાન મુખર્જી નિર્દેશીત આ ફિલ્મ અત્યાર સુધીની સોૈથી મોંઘી ફિલ્મ ગણાવાઇ રહી છે. ફિલ્મના નવા શેડ્યુલનું કામ નવેમ્બરમાં શરૂ થશે અને ૧૯૦ દિવસમાં શુટીંગ પુરૂ કરી લેવાશે. આવતા વર્ષે ઉનાળામાં ફિલ્મ રિલીઝ કરી દેવામાં આવશે. ફિલ્મનું રફકટ તૈયાર છે. વિઝયુઅલ ઇફેકટ પર કામ બાકી છે. અમિતાભ બચ્ચન, નાગાર્જુન, ડિમ્પલ કાપડીયા પણ ફિલ્મમાં છે.