ફિલ્મ જગત
News of Saturday, 29th January 2022

અભિયનથી ફેન્‍સને દિવાના કરી દેનાર અભિનેત્રી રશ્‍મિકા મંદાનાનો ગ્‍લેમરસ અંદાજ જોવા મળ્‍યોઃ સોશ્‍યલ મીડિયામાં ફોટા વાયરલ

વેસ્‍ટર્ન ડ્રેસથી લઇને ટ્રેડીશનલ લુકમાં સતત છવાયેલી રહે છે

સુપરહિટ ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'થી રશ્મિકા મંદાનાને જબરદસ્ત પોપ્યુલારિટી મળી છે. તેમાં પોતાના અભિનયથી રશ્મિકાએ ફરી ફેન્સને પોતાના દીવાના બનાવી લીધા છે. ફિલ્મમાં સીધી દેખાતી રશ્મિકા રિયલ લાઇફમાં ખુબ ગ્લેમરસ અને બોલ્ડ છે.

રશ્મિકા મંદાના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સને ઇમ્પ્રેસ કરવાની કોઈ તક છોડતી નથી.

તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તેનો હોટ અને ગ્લેમરસ અવતાર જોવા મળે છે.

નવા-નવા લુકમાં રશ્મિકાના ફોટો ઇન્ટરનેટ પર છવાયેલા રહે છે, જેને ખુબ પસંદ કરવામાં આવે છે. વેસ્ટર્ન ડ્રેસથી લઈને ટ્રેડિશનલ લુકમાં તે ફેન્સને પોતાના દીવાના બનાવી લે છે.

રશ્મિકા મંદાનાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ગ્લેમરેસ તસવીરો જોવા મળે છે, જેમાં લાખો લાઇક્સ મળ્યા છે. કોમેન્ટ સેક્શનમાં તેના હુસ્નની ખુબ પ્રશંસા થાય છે.

ઉલ્લેખનીય છે કે રશ્મિકા મંદાના ફિલ્મ મિશન મજનૂથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

(5:22 pm IST)