ફિલ્મ જગત
News of Saturday, 29th January 2022

મિથુનદાનું ઓટીટી પર આગમનઃ ૧૮મીએ આવશે સસ્‍પેન્‍સ થ્રિલર સિરીઝ બેસ્‍ટસેલર

શ્રુતિ હાસન, સત્‍યજીત દુબે, ગોૈહર ખાન, અર્જન બાજવાની પણ મહત્‍વની ભુમિકા

મુંબઇ તા. ૨૯: બોલીવૂડમાં ડિસ્‍કો ડાન્‍સરના રૂપમાં પોતાની ઓળખ ઉભી કરનારા અભિનેતા મિથુન ચક્રવર્તી ફરી ચર્ચામાં છે. ફિલ્‍મી દુનિયામાં પોતાની ધાક ઉભી કરનારા મિથુને ટીવી પરદે પણ અલગ અલગ શોમાં નિર્ણાયક તરીકે કામ કર્યુ છે. હવે મિથુનદાએ પણ ઓટીટી પ્‍લેટફોર્મ પર જોવા એન્‍ટ્રી કરી છે. અમેઝોન પ્રાઇમ વિડીયોની વેબ સિરીઝ ‘બેસ્‍ટ સેલર'માં મિથુન મુખ્‍ય ભુમિકામાં જોવા મળશે.
સિરીઝનું પોસ્‍ટર રિલીઝ કરાયું છે. જેમાં મિથુન સાથે અભિનેત્રી શ્રુતિ હાસન, સત્‍યજીત દુબે અને ગોૈહર ખાન પણ જોવા મળે છે. મિથુન કાળા વાળની વીગ અને સફેદ દાઢી-મુછ સાથે અલગ જ લૂકમાં જોવા મળે છે. અર્જન બાજવા પણ સાથે જોવા મળે છે. ૧૯૭૬માં મિથુનને ફિલ્‍મ મૃગયા માટે બેસ્‍ટ એક્‍ટરનો નેશનલ એવોર્ડ મળ્‍યો હતો. બે ફિલ્‍મફેર એવોર્ડ પણ મળ્‍યા છે. ત્રણ નેશનલ એવોર્ડ પણ તેના નામે છે. ડાન્‍સ ઇન્‍ડિયા ડાન્‍સ શોમાં તે ગ્રાન્‍ડમાસ્‍ટર રહી ચુક્‍યા છે. સિરીઝનું પોસ્‍ટર ખુબ જ દિલચશ્‍પ છે. અ એક મનોવૈજ્ઞાનિક થ્રિલર વેબ સિરીઝ છે. જેનું નિર્દેશન મુકુલ અભયંકરે કર્યુ છે. અન્‍વિત્તા દત્ત અને અલ્‍થિયા કોૈશલે કહાની લખી છે. સોનાલી કુલકર્ણી પણ સિરીઝમાં મુખ્‍ય ભુમિકામાં છે.
આઠ એપિસોડની આ સિરીઝ ૧૮મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે. નિર્માતા સિધ્‍ધાર્થ મલ્‍હોત્રાના કહેવા મુજબ મારા માટે બેસ્‍ટસેલર એ સપનુ છે જે મેં ઘણા વર્ષો પહેલા જોયું હતું. આ રોમાંચકારી અને સસ્‍પેન્‍સ થ્રિલર છે. દર્શકોને આ સિરીઝ છેવટ સુધ જકડી રાખશે.

 

(12:03 pm IST)