ફિલ્મ જગત
News of Wednesday, 17th January 2018

શાહરૃખખાનના ઓનસ્ક્રીન દાદી અવા મુખર્જીનું નિધન :બોલીવુડમાં શોક

મુંબઈ :ફિલમ દેવદાસમાં શાહરૂખ ખાનની દાદીની ભુમિકા ભજવનાર અવા મુખર્જીનું નિધન થયું છે તેણીએ મુંબઇમાં અંતિમ શ્વાસ લીધાં હતા અવા 88 વર્ષના હતાં. અવાનું હિન્દી સિનેમામાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના નિધનથી બોલીવુડમાં શોકની લાગણી પ્રસરી છે.

અવા મુખર્જી મોટા પડદાની સાથે સાથે નાના પડદે પણ ખૂબ જ જાણીતી છે અને તેમણે બંનેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અવાએ 1963માં એક બંગાળી ફિલ્મ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી આ ફિલ્મનું નામરામ ઢાકાહતું.આ ફિલ્મનુ ડાયરેક્શન તારૂ મુખર્જીએ કર્યું હતું.

(6:32 pm IST)