ફિલ્મ જગત
News of Monday, 28th November 2022

યામી ગૌતમ IFFIમાં 'લોસ્ટ' સ્ક્રીનિંગ વિશે કર્યો ખુલાસો

મુંબઈ : ભારતના 53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સારો પ્રતિસાદ મળ્યા બાદ, અનિરુદ્ધ રોય ચૌધરીના નિર્દેશનમાં બનેલી 'લોસ્ટ' ડિજિટલ માધ્યમ પર પ્રીમિયર માટે તૈયાર છે. ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહેલી યામી ગૌતમ 'લોસ્ટ' વિશે વાત કરે છે. યામીએ 'ચાંદ કે પાર ચલો' અને 'યે પ્યાર ના હોગા કમ' જેવા ટીવી શોમાં કામ કર્યું છે અને 'વિકી ડોનર', 'બદલાપુર' અને 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનેત્રી કહે છે, "'લોસ્ટ' મારા માટે ખાસ અનુભવ હતો, અને દર્શકો કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવા માટે હું આતુરતાથી રાહ જોઈ રહી છું. હું રિલીઝની રાહ જોઈ શકતી નથી."અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનીત 'પિંક' માટે જાણીતા દિગ્દર્શક અનિરુધ રોય ચૌધરીએ પણ તેમની ફિલ્મ વિશે વાત કરી, જે તેમના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓથી પ્રેરિત છે. IFFIમાં ફિલ્મને મળેલા પ્રતિસાદથી તે ખૂબ જ ખુશ છે.

(5:48 pm IST)