ક્રિતી સેનન માટે ખુબ મોટી તક
બાહુબલી પ્રભાસ હવે નિર્દેશક ઓમ રાઉતની ફિલ્મ આદિપુરૂષ કરી રહ્યો છે. કરોડો રૂપિયાના બજેટમાં આ ફિલ્મ બની રહી છે. પ્રભાસ અને ઓમે ટ્વિટર પર જાહેર કર્યુ હતું કે થ્રીડી એકશન ડ્રામા ફિલ્મ હિન્દી અને તેલુગુ ભાષામાં બનાવાઇ રહી છે. સાથે તમિલ, મલયાલમ, કન્નડ સહિત અનેક વિદેશી ભાષામાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. શુટીંગ ટુંક સમયમાં જ શરૂ થવાનું છે. કહેવાય છે કે પ્રભાસનો રોલ ભગવાનશ્રી રામથી પ્રેરીત છે. મુખ્ય અભિનેત્રી કોણ હશે તે અંગે અલગ-અલગ નામોની ચર્ચા થયા બાદ હવે ક્રિતી સેનનનું નામ સામે આવ્યું છે. તેના માટે આ ખુબ મોટી તક સમાન ફિલ્મ બની રહેશે. ફિલ્મમાં સૈફ અલી ખાનની ભુમિકા વિલનની છે. તેના પાત્રનું નામ લંકેશ છે. પ્રભાસ કહે છે આ ફિલ્મના દરેક પાત્રો અત્યંત મહત્વપુર્ણ છે. તેણે આવો રોલ પહેલા કદી નિભાવ્યો નથી.