આવતા વર્ષે પણ છવાયેલી રહેશે ભૂમિ
ભૂમિ પેડનેકરનું આ વર્ષ સોૈથી વ્યસ્ત રહ્યું છે. આવનારા મહિનાઓમાં પણ તે સતત કામમાં જોડાયેલી રહેવાની છે. લાગલગાટ ફિલ્મો પછી પણ તે થાકી નથી. ભૂમિ કહે છે મારે થાકવું નથી અને હારવું પણ નથી. કોરોનાકાળમાં વેડફાઇ ગયેલા સમયનો બદલો આ રીતે વાળવો છે. હું પુરજોશમાં કામ કરવાના મૂડમાં છું. ભૂમિની છેલ્લી ફિલ્મ રક્ષાબંધન ઠીક રહી હતી. તાજેતરમાં તેણે નવાજુદ્દિન સાથેની અફવાહનું શુટીંગ કર્યુ છે. લેડી કિલર અને ભક્ષક નામની ફિલ્મોનું કામ પણ પુરુ કરી ચુકી છે. વર્ષના પ્રારંભે આવેલી બધાઇ દો દર્શકોને ખુબ ગમી હતી. તેની નવી ફિલ્મોમાં થેન્ક યુ ફોર કમિંગ અને ભીડ તેમજ ગોવિંદા નામ તેરા સામેલ છે. આ જોતાં આવતા વર્ષમાં પણ ભૂમિ સતત છવાયેલી રહેવાની છે. ભૂમિ કહે છે હું હાલના સમયમાં અભિનય સિવાય કશુ વિચારતી નથી. ભૂમિ કહે છે મેં અહિ મારી મહેનત અને આવડતથી બધુ મેળવ્યું છે. મેં જે ભૂમિકાઓ પર પસંદગી ઉતારી છે તેવા રોલનું જોખમ કોઇ ભાગ્યે જ ઉઠાવે છે.