ફિલ્મ જગત
News of Thursday, 26th May 2022

યાસીન મલિકથી પ્રેરિત હતી કાશ્‍મીર ફાઈલ્‍સની ચિન્‍મયની ભૂમિકા

દેશભરમાં ચર્ચામાં રહી હતી ફિલ્‍મ ‘ધ કાશ્‍મીર ફાઈલ્‍સ'

નવી દિલ્‍હીઃ ફિલ્‍મ ‘‘ધ કાશ્‍મીર ફાઈલ્‍સ''માં બિટ્ટા કરાટેની ભૂમિકા ભજવનાર ચિન્‍મય માંડલેકરની ભૂમિકા યાસીન મલિક અને બિટ્ટા કરાટેની ભૂમિકાનું મિશ્રણ કરીને બનાવાઈ હતી. એના લીધે માંડલેકરની ભૂમિકા ડબલ અંદાજમાં જોઈ શકાય છે. બિટ્ટા કરાટે અને યાસીન મલિક તરીકે ચિન્‍મયનો અભિનય બહુ પસંદ કરાયો હતો.

ઉલ્લેખનિય છે કે કાશ્‍મીર  ફાઈલ્‍સમાં ચિન્‍મય માંડલેકર નેગેટીવ ભૂમિકામાં છે, તેમણે આ ભૂમિકાને ન્‍યાય આપવાનો પુરો  પ્રયાસ કર્યો છે. આના માટે તેણે સખત મહેનત કરી હતી. ચિન્‍મયનો અભિનય એટલો દમદાર હતો કે  જયારે ફિલ્‍મનું શુટીંગ થઈ રહ્યું હતું. ત્‍યારે સ્‍થાનિક લોકોએ શુટીંગ રોકી દીધું હતું. જો કે પછી લોકોને સમજાવાયું કે આ ફિલ્‍મનું શુટીંગ છે અને ચિન્‍મય એક આતંકવાદીનો અભિનય કરી રહ્યા છે.

ચિન્‍મય માંડલેકર એક લોકપ્રિય અભિનેતા છે. તેણે ઘણી ફિલ્‍મોમાં કામ કર્યું છે. તેના અભિનયની બહુ પ્રશંસાઓ પણ થઈ છે. મરાઠી  ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં તે એક જાણીતું  નામ છે. તેણે ઘણી ટેલીવીઝન સીરીયલો પણ લખી છે. ચિન્‍મય મરાઠી નાટકોમાં પણ કામ કરી ચૂકયા છે. તેના ઉપરાંત તેણે બોલીવુડની વેબસીરીઝમાં પણ કામ કર્યું છે.

(5:10 pm IST)