News of Tuesday, 26th January 2021
ભોજપુરી ફિલ્મ 'બોલો ગૌરવ સે વંદે માતરમ'નું થયું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર
મુંબઈ: અભિનેતા પ્રમોદ પ્રેમીની આગામી ભોજપુરી ફિલ્મ 'બોલો ગૌરવ સે વંદે માતરમ' ના થિયેટર રિલીઝ પહેલા તેનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર હશે. ફિલ્મનું પ્રીમિયર 26 જાન્યુઆરીએ ફિલમાચી ટીવી ચેનલ પર રિપબ્લિક ડે પર થશે. ફિલ્મમાચી ચેનલના વાઇસ પ્રેસિડેન્ટ (સ્ટ્રેટેજી) તરુણ તાલરેજાએ કહ્યું હતું કે, ફિલ્મમાચી હંમેશાં પ્રેક્ષકોના મનોરંજન માટે સારી ફિલ્મો લાવવાનો પ્રયાસ કરતી રહી છે. ફિલ્મ 'બોલો ગૌરવ સે વંદે માતરમ' દેશભક્તિની એક્શન ફિલ્મ છે જેમાં પ્રમોદ પ્રેમી મુખ્ય ભૂમિકામાં છે અને તેની સામેના કનક પાંડે જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો ફિલ્માચીની યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ છે. આ ફિલ્મના નિર્દેશક ચંદન ચૌધરી છે.
(5:35 pm IST)