ફિલ્મ જગત
News of Wednesday, 25th November 2020

આ વર્ષ ખાસ અને થ્રિલિંગ રહ્યું: અભિષેક બેનર્જી

અભિનેતા અભિષેક બેનર્જીએ ફિલ્મ રંગ દે બસંતીમાં એક નાનકડુ પાત્ર ભજવ્યું હતું. એ પછી તેણે અનુષ્કા શર્માની પાતાલ લોકના પોતાના અભિનયથી ભરપુર પ્રશંસા મેળવી હતી. હથોડા ત્યાગીનો તેનો રોલ ખુબ જાણીતો બન્યો હતો. હવે અભિષેકના હાથમાં રશ્મિ રોકેટ, હેલ્મેટ અને આંખ મિચોલી જેવી ફિલ્મો છે. ઉપરાંત ધીરજ જિંદલે બનાવેલી તેર મિનીટની શોર્ટ ફિલ્મ 'પાશ'માં પણ અભિષેક મુખ્ય રોલમાં છે. તેની આ ફિલ્મ ઓસ્કર માટે કવોલિફાઇ થતાં તેની ખુશીનો પાર નથી. અભિષેકે કહ્યું હતું કે હું અત્યંત ઉત્સાહિત છું અને મારી પાસે શબ્દો નથી કે હું મારી લાગણીને વ્યકત કરી શકું. નિર્માતા સંજીવ કુમાર અને નિર્દેશક ધીરજનો હું આ માટે ખુબ આભારી છું. આ વર્ષ મારા માટે ખુબ જ ખાસ અને થ્રિલિંગ રહ્યું છે. શોર્ટ ફિલ્મ કરતી વખતે અમે કોઇ આશા રાખતા હોતા નથી. ઘણીવાર આવી ફિલ્મો તમને ગમતી હોવાથી કે ઘણીવાર નિર્દેશકન વિનંતીથી તેમાં કામ કરતા હોવ છો. મારી શોર્ટ ફિલ્મ ઓસ્કાર કવોલિફાઇંગ ફેસ્ટીવલ માટે પસંદ થઇ એ ખુબ મોટી વાત છે.

(9:17 am IST)