મને મારી ફિલ્મો પર ગૌરવ છેઃ રાજકુમાર
હરિયાણા ગુડગાંવનો છોકરો રાજકુમાર રાવ ૨૦૧૦થી બોલીવૂડમાં કામ કરે છે. રણ, લવ સેકસ ઓૈર ધોખા, રાગીની એમએમએસ, શૈતાન, ગેંગ્સ ઓફ વાસેપુર જેવી ફિલ્મો કર્યા પછી કાઇપો છે, ડી-ડે, શાહિદ, કવીન, હમારી અધુરી કહાની, અલીગઢ, ટ્રેપ્ડ, બહેન હોગી તેરી, ન્યુટન, સ્ત્રી સહિતની ફિલ્મો થકી જાણીતો બનેલો રાજકુમાર રાવ આજે ઇન્ડસ્ટ્રીમાં નામ-દામ બંને કમાઇ ચુકયો છે. તે કહે છે મને મારી ફિલ્મો પર ગર્વ છે. હું મારું કામ વારંવાર નિહાળતો નથી.
નોંધનીય છે કે શાહિદના તેના અભિનય બદલ તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તાજેતરમાં તેની ફિલ્મ છલાંગ રિલીઝ થઇ છે. જે પણ દર્શકોને ગમી છે. રાજકુમાર કહે છે મારી પહેલાની ફિલ્મો પણ હું સદાય ગોૈરવ અનુભવુ છું, કારણ કે તેના થકી જ મને લોકો ઓળખતા થયા છે. મને લાગે છે કે હું હજુ પણ એ ફિલ્મોમાં વધુ સારુ કરી શકયો હોત. તમે વધુ પરિપકવ થાય છો અને પરિવર્તનને સમજો છો.