ફિલ્મ જગત
News of Tuesday, 24th November 2020

ગશ્મીર મહાજની પહોંચ્યો ટીવી પરદે : પ્રેમીનું પાત્ર

ટીવી પરદેથી ફિલ્મી પરદે પહોંચતા હોય તેવા અનેક કલાકારો છે. પણ એક કલાકાર એવો છે જે ફિલ્મી પરદેથી ટીવી પરદે આવ્યો છે. ચાર હિન્દી ફિલ્મો અને અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરી ચુકલો અભિનેતા ગશ્મીર મહાજની ટીવી શોમાં ખાસ રોલ નિભાવી રહ્યો છે. સ્ટાર પ્લસના શો ઇમલીમાં તેને મહત્વનું પાત્ર મળ્યું છે. ઇમલી ટીવી શોમાં ઇમલીનો રોલ નિભાવતી અભિનેત્રીને કહાની મુજબ બે હીરો સાથે પ્રેમ થાય છે.

જેમાં એક હીરોનો રોલ ગશ્મીરને મળ્યો છે. ગશ્મીરે કહ્યું હતું કે ઓફર થતાં જ મેં આ શોમાં કામ કરવાની હા કહી દીધી હતી. કારણ કે ના કહી શકાય તેવો કોઇ પોઇન્ટ જ નહોતો. જિંદગીમાં એક જ વખત મળી શકે તેવો આ રોલ છે. તેની સાથે જોડાઇને હું મારી જાતને નસીબદાર સમજુ છું. ઇમલી મુળ બંગાળી શો ઇશ્તિ કુટુંબ પરથી બન્યો છે. સ્ટાર પ્લસનો આ બીજો શો એવો છે જે અન્ય ભાષાના શો પરથી બન્યો હોય.

(10:12 am IST)