ફિલ્મ જગત
News of Saturday, 24th July 2021

શિલ્પા શેટ્ટીની 'હંગામા-૨' હસાવવામાં નિષ્ફળઃ નિરાશ કરે છે ફિલ્મ

ન તો સ્ટોરીમાં દમ છે કે ન તો ગીતોમાં: શિલ્પા શેટ્ટીના સીન માત્ર સીમીત

મુંબઈ, તા. ૨૪ :. ૨૦૦૩માં રીલીઝ થયેલી મશહુર ફિલ્મ હંગામા ખૂબ હીટ ગઈ હતી જ્યાં આ ફિલ્મની સીકવીલ હંગામા-૨ રીલીઝ થઈ છે. આ બન્ને ફિલ્મો પ્રિયદર્શને બનાવી છે પરંતુ આ નવા હંગામામાં જેમાં આપણને હંગામા બે ગણા જોવા મળવા જોઈએ તેમા ખોટ વર્તાઈ છે. ફિલ્મ એક સપાટ રીતે ચાલે છે આ હંગામામાં કોઈ મજા આવતી નથી. ન તો કોઈ સ્ટોરીમાં દમ છે કે ન તો હસાવવામાં સફળ થઈ છે. ફિલ્મ ફિક્કી જોવા મળે છે.

આ ફિલ્મની વાર્તા આશુતોષ રાણાથી શરૂ થાય છે જે શરૂઆતથી જ ડલ રહે છે. પ્રિયદર્શનની પહેલી હંગામાની સામે આ ફિલ્મ હંગામા-૨ કયાંય ટક્કર લેતી નજરે પડતી નથી. ફિલ્મમાં કામ કરતા મોટા કલાકારો પાસે વધુ સારૂ કામ લઈ શકાયુ હોત. ફિલ્મ શરૂ થાય તે પછી ૪૫ મિનીટ બાદ શિલ્પા શેટ્ટીની એન્ટ્રી થાય છે કે જે આ ફિલ્મનો સૌથી મોટો ચહેરો છે. તે પણ આ ફિલ્મમાં કોઈ કમાલ દર્શાવી શકી નથી. ફિલ્મમાં તેના સીન સાવ ઓછા છે. જેના કારણે રંગમાં ભંગ પડે છે.

ફિલ્મની સ્ટોરીમાં કોઈ દમ નથી. ગીતમાં પણ કોઈ દમ નથી. આ ફિલ્મ હસાવવામાં પણ નિષ્ફળ ગઈ છે. ફિલ્મને લઈને નિરાશા મળે છે. પરેશ રાવલનો અભિનય કાબીલેદાદ જોવા  મળે છે.

(10:12 am IST)