ફિલ્મ જગત
News of Tuesday, 24th May 2022

અભિમન્‍યુએ કરી છે ખુબ મહેનત

શિલ્‍પા શેટ્ટી સત્તર વર્ષ બાદ ફિલ્‍મી પરદે દેખાશે

અભિનેત્રી શિલ્‍પા શેટ્ટી ઘણા સમયથી ફિલ્‍મી પરદે જોવા મળી નથી. શિલ્‍પાને સુપરવૂમનના રોલમાં રજૂ કરતી ફિલ્‍મ નિકમ્‍મા આવી રહી છે. જેનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્‍મ દ્વારા શિલ્‍પા પંદર વર્ષ પછી થિએટરના પરદે જોવા મળશે. ગયા વર્ષે આવેલી હંગામા-૨માં શિલ્‍પા હતી પરંતુ એ ફિલ્‍મ દર્શકોએ ઓટીટી પર માણી હતી. નિકમ્‍મા ફિલ્‍મમાં ભાગ્‍યશ્રીનો દિકરો અભિમન્‍યુ દાસાની મુખ્‍ય ભુમિકા નિભાવી રહ્યો છે. અભિમન્‍યુ અગાઉ એક ફિલ્‍મથી બોલીવૂડમાં એન્‍ટ્રી કરી ચુક્‍યો છે. પણ એ ફિલ્‍મ સફળ થઇ નહોતી. બીજી ફિલ્‍મમાં દિકરાનું કામ જોઇને ભાગ્‍યશ્રી લાગણીશીલ થઇ ગઇ હતી અને તેની આંખમાં આંસુ આવી ગયા હતાં. કોવિડના બે વર્ષ દરમિયાન આ ફિલ્‍મનું શુટીંગ કરવામાં આવ્‍યું છે. શિલ્‍પા ટ્રેલર લોન્‍ચ વખતે સુપરડુપર લૂકમાં સામે આવી હતી. તે પંદર વર્ષ પછી ફિલ્‍મી પરદે દેખાશે. છેલ્લે તે અપને ફિલ્‍મમાં જોવા મળી હતી. ીનકમ્‍મા સત્તરમી જુને સિનેમાઘરોમાં આવશે. જેનું નિર્દેશન શબ્‍બીર ખાને કર્યુ છે.

(10:17 am IST)