મનવીરને મળી ફિલ્મઃ શ્રધ્ધા બનશે હિરોઇન
હરિયાણાથી મુંબઇ આવી ટીવી રિયાલીટી શો બિગ બોસમાં પોતાનો દમ દેખાડનારો મનવીર ગુર્જર ફરીથી ગામડા તરફ જશે. પણ આ વખતે તે ફિલ્મના શુટીંગ માટે ગામડા તરફ જવાનો છે. નાના પરદાના મોટા શો બિગ બોસની પાછલી સિઝનનો વિજેતા મનવીર ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ખતરો કે ખિલાડીમાં પણ તે ભાગ લઇ ચુકયો છે. હવે તેને બોલીવૂડની ફિલ્મ 'આજ કી અયોધ્યા' મળી છે. આ ફિલ્મમાં તેની હિરોઇન શ્રધ્ધા દાસ છે. શ્રધ્ધાએ અગાઉ જિદ અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં કામ કર્યુ છે. સંજય મિશ્રા મનવીરના પિતાનો રોલ નિભાવશે. ફિલ્મ એવા ગામડાની કહાની છે જ્યાં અનેક મુશ્કેલીઓ છે અને લોકો તેમાંથી બહાર નીકળવા મથતા હોય છે. શુટીંગ માર્ચ મહિનાથી બનારસમાં શરૂ થશે. મનવીર કહે છે મને અનેક ટીવી શો અને ફિલ્મોની ઓફર મળતી હતી. પણ તેમાં ૧૫-૨૦ મિનીટનું કામ જ હતું. હવે આખી ફિલ્મ મળી છે. આ ખુબ સારો રોલ છે.