લક્ષ્યાંક વિશે નથી વિચારતી, મહેનત કરતી રહુ છું: સોનમ
બોલીવૂડમાં કલાકારો રોલને ન્યાય આપવા અનહદ મહેનત કરતાં હોય છે. વાત છે સોનમ કપૂરની. સોનમ આગામી શુક્રવારે આવી રહેલી પૈડમેનમાં અક્ષય કુમાર અને રાધીકા આપ્ટે સાથે મહત્વના રોલમાં છે. સોનમે કહ્યું હતું કે આ ફિલ્મમાં મારા પાત્રને તબલા વગાડવાના હતાં. ફિલ્મમાં બે-ત્રણ વખત જ આવા દ્રશ્યો આવે છે. આમ છતાં મેં છ મહિના સુધી ખાસ કલાસીસમાં જઇને તબલા વગાડતા શીખ્યું હતું. આ માટે મેં મારા હાથના બધા નખ કાપી નાંખ્યા હતાં. નિરજામાં હું એર હોસ્ટેસ બની ત્યારે પણ મેં એર હોસ્ટેસની અસલી ટ્રેનિંગ લીધી હતી, હા સર્ટિફિકેટ નહોતું મળ્યું. હું કંઇપણ શીખીને પછી ભુલી જાવ છું. હું કદી લક્ષ્યાંક વિશે નથી વિચારતી, બસ મહેનત કરુ છું અને સફર આગળ વધારતી રહુ છું. તે કહે છે સફળતા આજે છે અને કાલે નહિ હોય. આથી હું આવી બાબતો પર ધ્યાન નથી આપતી.