તિનકા સિંહની ભુમિકા વધુ મહત્વની હશે
કોરોનાકાળમાં એમએકસ પ્લેયર પર આવેલી વેબ સિરીઝ આશ્રમ ખુબ વખાણાઇ છે. બોબી દેઓલે આ સિરીઝમાં કાશીપુરવાલે બાબા નિરાલાનો જબરદસ્ત રોલ નિભાવ્યો છે. હવે આ સિરીઝનો બીજો ભાગ આશ્રમ ચેપ્ટર-૨: ધ ડાર્ક સાઇડ રિલીઝ થશે. બીજો ભાગ અગિયારમી નવેમ્બરે સ્ટ્રીમ થશે. જેમાં બાબા નિરાલા વિશે તથા બીજી અનેક બાબતોનો ખુલાસો થશે. અંતમાં એક ચતુર અપરાધીના રૂપમાં તેને દેખાડાશે, જેણે પોતાના કર્મો પર પરદો નાખવા ધર્મગુરૂનો નકાબ ઓઢ્યો હોય છે. બીજા ભાગમાં અધ્યયન સુમનને પણ તિનકા સિંહની ખુબ મહત્વની ભુમિકામાં દેખાડવામાં આવશે. જે એક રોકસ્ટાર છે અને બાબાને મોટા પાયે લોકોની વચ્ચે પહોંચાડવામાં મદદ કરતો દેખાડાશે. વેબ સિરીઝ આશ્રમમાં આસ્થા અને ધર્મના નામ પર ચાલી રહેલા ગંદા ખેલને ઉઘાડો પાડવામાં આવ્યો છે. નવ એપિસોડવાળી આ સિરીઝે દર્શકોને બાંધી રાખ્યા છે. મનોરંજન સાથે અનેક સવાલો પણ ઉભા થયેલા છે. બીજા ભાગમાં તેના જવાબો અને આગળની કહાની જોવા મળશે.