ફિલ્મ જગત
News of Monday, 23rd May 2022

પછી ડર દૂર થઇ ગયો હતોઃ સંભાવના

ટીવી પરદે સિરીયલ પ્‍યાર કા પહેલા નામ રાધા મોહનમાં કામ કરી રહેલી અભિનેત્રી સંભાવના મોહંતીએ કહ્યું હતું કે આ સિરીયલના શુટીંગના પ્રારંભે હું અભિનેતા શબ્‍બીર અહલુવાલીયા સાથે શુટીંગ કરતી વખતે થોડી ચિંતીત બની ગઇ હતી. સંભાવના આ શોમાં ઇવિલ દામીનીનું પાત્ર ભજવી રહી છે. સંભાવનાએ કહ્યું હતું કે મને પહેલાં જ્‍યારે કહેવામાં આવ્‍યું હતું કે પ્‍યાર કા પહલા નામ રાધા મોહનમાં હું શબ્‍બીર અહલુવાલિયા સાથે કામ કરી રહી છું ત્‍યારે હું નર્વસ થઈ ગઈ હતી, કારણ કે તેઓ સેટ પર કેવા હોય છે એ વિશે મને જાણ નહોતી. અમે પહેલી વાર જ્‍યારે શુટીંગ કર્યું ત્‍યારે સેટ પર તેમણે મને ખુબ જ આરામદાયક વાતાવરણનો અનુભવ કરાવ્‍યો હતો. જેથી મારો ડર દૂર થઇ ગયો હતો. તેઓ ખુબ જ સારા માણસ છે. તેઓ સેટ પર હોય ત્‍યારે ખુબ જ એક્‍ટિવ હોય છે. પહેલો સીન હોય કે છેલ્લો સીન, તેમનામાં એકસરખી એનર્જી હોય છે. કેટલીક વાર અમે તેમની એનર્જી સાથે મેચ નહોતા કરી શકતા. તેઓ તેમના દરેક કો-એક્‍ટર સાથે સારા સંબંધ બનાવીને રાખે છે.

(10:19 am IST)