'સુલ્તાન'ને તહેરાન ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો ખાસ એવૉર્ડ
મુંબઈ:સુપર સ્ટાર સલમાન ખાન અને ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફરે તાજેતરમાં ટાઇગર જિંદા હૈ રજૂ કરીને તહલકો મચાવી દીધો હતો. આ બંનેની આ પહેલાંની ફિલ્મ સુલતાનને તાજેતરમાં તહેરાન ઇન્ટરનેશનલ સ્પોર્ટસ્ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ખાસ એવોર્ડ આપવામાં આવ્યો હતો એવી માહિતી મળી હતી. યશ રાજ ફિલ્મ્સની સુલતાનમાં સલમાન ખાને કુસ્તીબાજનો રોલ કર્યો હતો. એની સાથે અનુષ્કા શર્માએ મુખ્ય રોલ કર્યો હતો. આ ફિલ્મનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફરે કર્યું હતું. એ સમયે સલમાન અને અલી અબ્બાસ વચ્ચે સારો સુમેળ સ્થપાઇ જતાં સલમાને પોતાની ૨૦૧૨ની સુપરહિટ નીવડેલી ફિલ્મ એક થા ટાઇગરની સિક્વલ જેવી ટાઇગર જિંદા હૈ માટે અલી અબ્બાસ સાથે કામ કર્યું હતું. ટાઇગર જિંદા હૈ રજૂ થતાંની સાથેજ સુપરહિટ નીવડી હતી એટલે સલમાનને થોડો હાશકારો થયો હતો. એની ટાઇગર જિંદા હૈ પહેલાંની ફિલ્મ કબીર ખાન નિર્દેશિત ટયુબલાઇટ બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં સલમાન થોડો ટેન્શનમાં હતો. હવે તહેરાન ઇન્ટરનેશનલ સ્પોર્ટસ્ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ખાસ એવોર્ડ એનાયત કરાયો હતો.