ફિલ્મ જગત
News of Wednesday, 21st October 2020

કંગનાએ મનાલીમાં શરૂ કરી તાલિમ

એક પછી એક ફિલ્મી કલામારો ફરીથી કામે લાગવા માંડ્યા છે. અભિનેત્રી કંગના રનોૈત ફિલ્મ થલાઇવીનું શુટીંગ પુરૂ કર્યા પછી વતન મનાલી પહોંચી ગઇ હતી. હવે ત્યાં લાંબો સમય પરિવાર સાથે વિતાવ્યા પછી તે નવી બે ફિલ્મો તેજસ અને ધાકડ માટે તૈયારી શરૂ કરી ચુકી છે. આ માટે તે  જો કે હાલમાં ઘરમાં જ તાલિમ લઇરહી છે. તેનો વિડીયો તેણે સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો. કંગના વિડીયોમાં બોકસીંગ કરતી જોવા મળી હતી. આ સખ્ત તાલિમનો વિડીયો પોસ્ટ કરી તેણે લખ્યું છે કે મેં મારી આગામી ફિલ્મો તેજસ અને ધાકડ માટેની તૈયારી શરૂ કરી લીધી છે. તેજસમાં હું ફોૈજીના રોલમાં છું અને ધાકડમાં મને જાસૂસનો રોલ મળ્યો છે. બોલીવૂડની થાળીએ મને ઘણું બધુ આપ્યું છે. મણિકર્ણીકાની સફળતા પછી મેં પણ બોલીવૂડને અસલી એકશન હિરોઇન આપી છે. તેજસ અને ધાકડ પહેલા કંગનાની થલાઇવી રિલીઝ થશે. જેમાં તે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના રોલમાં છે.

(10:27 am IST)