ફિલ્મ જગત
News of Saturday, 21st May 2022

કનિકા કપૂરે બિઝનેસમેન ગૌતમ હાથીરામણી સાથે કર્યા લગ્ન

મુંબઈ: બોલિવૂડની લોકપ્રિય ગાયિકા 'કનિકા કપૂર' 20 મેના રોજ લંડન સ્થિત બિઝનેસમેન 'ગૌતમ હાથીરામણી' સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. હવે કનિકાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લગ્નની આ તસવીરોમાં કનિકા પેસ્ટલ રંગનો લહેંગા પહેરેલી જોવા મળી રહી છે જ્યારે ગૌતમે પેસ્ટલ રંગની શેરવાની પહેરી છે. 'બેબી ડોલ' ફેમ ચોકર નેકલેસ, માંગટિકા અને બંગડીઓ સાથે પેસ્ટલ પિંક હેવી એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં અદભૂત દેખાતી હતી.

 

(7:29 pm IST)