આમાં ઘણા મહત્વના મુદ્દા છેઃ દિયા મિર્ઝા
અભિનેત્રી દિયા મિર્ઝા બે વર્ષ પછી ફરીથી ફિલ્મી પરદે જોવા મળવાની છે. તે ત્રણ ફિલ્મોનું કામ કરી રહી છે. ભીડ નામની ફિલ્મ વિશે દિયાએ કહ્યું હતું કે આ ફિલ્મમાં વિશેષાધિકાર મેળવનાર અને પછાત લોકો વચ્ચેના ઇશ્યુની વાત કરવામાં આવી છે. અનુભવ સિંહા નિર્દેશીત ફિલ્મ ભીડનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. દિયા સાથે રાજકુમાર રાવ, ભૂમિ પેડણેકર, પંકજ કપૂર અને આશુતોષ રાણા પણ મહત્વની ભુમિકામાં છે. દિયા કહે છે ટ્રેલર જોઇને લોકકડાઉન દરમ્યાન લાખો લોકોએ જે યાતના ભોગવી હતી એ યાદ આવી ગઈ. લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હતાં. લોકડાઉનને ત્રણ વર્ષ થઈ ગયાં છે. આ સ્ટોરીમાં ઘણા મહત્ત્વના મુદ્દાની વાત કરવામાં આવી છે. તેમાં વિશેષાધિકાર મેળવનાર અને પછાત લોકો, પાવર અને પાવરલેસ તેમજ માનવતા અને ક્રૂરતાની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ ચોવીસમીએ આવી રહી છે.