News of Wednesday, 21st February 2018
કરણની ફિલ્મમાં અનન્યા સાથે તારાની પણ એન્ટ્રી
બોલીવૂડમાં સતત નવા સ્ટાર્સનું આગમન થતું રહે છે. કરણ જોહરની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ માટે નવી હિરોઇન મળી ગઇ છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે પહેલેથી નક્કી હતાં. બીજી હિરોઇનની શોધ થઇ રહી હતી. હવે તે પુરી થઇ છે. આ હિરોઇનનું નામ તારા સુતરીયા છે. તે પણ ટાઇગર સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તારા એક અભિનેત્રી, ગાયીકા અને ડાન્સર છે. તેણે કલાસિકલ બેલે, મોડર્ન ડાન્સ અને લેટિન અમેરિકન ડાન્સની તાલિમ યુકેમાં લીધી છે. આ ઉપરાંત તારે જમીન પર, ગુજારીશ અને ડેવિડ જેવી ફિલ્મો માટે ડબિંગનું કામ પણ કર્યુ છે. તેમજ વિડીયો જોકી (વીજે) તરીકે ડિઝનીમાં કામ કરી ચુકી છે.
(9:31 am IST)