ગેંગસ્ટર સંજય દત્ત સામે ટક્કર જીલશે કાર્તિક આર્યન
બોલીવૂડનો સુપરસ્ટાર અજય દેવગણ ફિલ્મ નિર્માણમાં પણ ધ્યાન આપી રહ્યો છે. તે હાલમાં સાઉથની એક રિમેક બનાવી રહ્યો છે. જેમાં સંજય દત્તનું નામ પહેલેથી જ નક્કી છે. હવે આ ફિલ્મમાં કાર્તિક આર્યનને એન્ટ્રી અપાઇ છે. સાઉથની ગેંગસ્ટર ડ્રામ ફિલ્મ જિગરથંડાની હિન્દી રિમેક અજય બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં પહેલા સંજય દત્ત સાથે ફરહાન અખ્તરનું નામ સામે આવ્યું હતું. પણ ફરહાને પાછળથી ફિલ્મ કરવાની ના કહી દીધી હતી. હવે પ્યાર કા પંચનામા ફેઇમ કાર્તિક આર્યનને રોલ મળ્યો છે. અજય અને સંજયએ આ રોલ માટે કાર્તિકને પસંદ કર્યો છે. સંજય દત્ત ફિલ્મમાં ગેંગસ્ટરના રોલમાં છે. તમન્ના ભાટીયા મુખ્ય હિરોઇનનો રોલ નિભાવશે. જે સાઉથમાં સુપરસ્ટાર છે અને બાહુબલીમાં પણ કામ કરી ચુકી છે. કાર્તિકને સંજય દત્ત સાથે ટક્કર લેવાની હોઇ તે આ રોલથી ખુબ ઉત્સાહિત છે.