ફિલ્મ જગત
News of Thursday, 21st January 2021

અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી સમય સુધી બંધ

તાજેતરમાં તાંડવ સિરીઝ મામલે કરેલા ટ્વિટથી પણ ખુબ ચર્ચામાં આવી હતી કંગનાઃ ચાહકોએ એકાઉન્ટ ફરી ચાલુ કરવા હેશટેગ અભિયાન શરૂ કર્યુ

મુંબઇ તા. ૨૧: વિવાદ કંગના રનૌતનો પીછો નથી છોડતો. ટ્વિટર પર તેણે આપત્તિનજક ટ્વીટ કરતાં તેનું એકાઉન્ટ અસ્થાયી સમય સુધી બ્લોક કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ તેનું ટ્વિટર એકાઉન્ટ ફરી ચાલુ કરી દેવા હેશટેગ ઝુંબેશ શરૂ થઇ છે. કંગના રનૌત સતત ચર્ચામાં રહેનારી અભિનેત્રી છે.

તાજેતરમાં કંગનાએ એક ટ્વિટ કરી હતી જેના કારણે એક યુઝર્સએ વાંધો ઉઠાવી રિપોર્ટ કર્યો હતો. એ પછી કંગનાના એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યું છે. બુધવારે સવારે કંગનાએ પોતાના ટ્વિટમાં કો-ફાઉન્ડર અને સીઇઓ જેક ડોર્સીને પણ સાંપડી લીધા હતાં. કંગનાએ ટ્વિટ કર્યુ હતું કે -લિબ્રુસ (સ્વતંત્ર વિચારધારા ધરાવનારા વર્ગ માટે કંગના એવી સંજ્ઞાનો પ્રયોગ કરે છે) પોતાના કાકા જેક સામે રડે અને મારું એકાઉન્ટ અસ્થાયી રીતે પ્રતિબંધ કરાવી દીધું. એ લોકો મને ધમકાવી રહ્યા છે. મારું એકાઉન્ટ, મારી આભાસી ઓળખ કયારેય પણ દેશ માટે શહીદ થઇ શકે છે. મારા રી-લોડેડ દેશભકત સંસ્કરણ મારી ફિલ્મો વારંવાર આવતા રહેશે. તમારું જીવન બરબાદ કરીને રાખી દઇશ.

અગાઉ પણ કંગનાએ એક ટ્વિટના જવાબમાં લખ્યું હતું કે-લીબ્રુ ડરના માર્યા મમ્મીના ખોળામાં રડી રહ્યા છે, તે પણ આ વાંચી લો. મેં તમારું માથું વાઢવા નથી કહ્યું. એટલુ તો હું પણ જાણુ છું કે કીડા કે કૃમિ માટે પેસ્ટિસાઇડની જરૂર હોય છે.

કંગનાએ વેબ સિરીઝ તાંડવનો વિરોધ કરવાના સમર્થનમાં ટ્વિટ કરીને પણ ચર્ચામાં આવી છે. અગાઉ કંગનાની બહેન રંગોલી ચંદેલનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દેવાયું હતું.

(1:05 pm IST)