બિગ બોસમાં ચોક્કસ ભાગ લેવો છેઃ સ્નેહા વાઘ
બિગ બોસ એવો શો છે જેમાં ભાગ લેનારા કોઇપણ સ્પર્ધકોને રાતોરાત નવી ઓળખ મળી જાય છે. બિગ બોસ-૧૧માં કામ કરી ચુકેલી બે કલાકારને ફિલ્મો મળી ગઇ છે. ટીવી પરદાની અભિનેત્રી સ્નેહા વાઘે તાજેતરમાં કહ્યું હતું કે હવે બિગ બોસ-૧૨માં હું ચોક્કસપણે ભાગ લેવાની ઇચ્છા રાખુ છું. સ્નેહા બિગ બોસ શોની ખુબ મોટી ચાહક છે. તેણે લગભગ બધા એપિસોડ જોયા હતાં. તે કહે છે મને આ ગેમનું ફોર્મેટ ખુબ ગમે છે. અહિ તમે કંઇપણ છુપાવી શકતા નથી. તમારી અસલી પર્સનાલિટી બધાની સામે આવી જાય છે. દર્શકો ખુબ જ સમજદાર અને આજની પેઢી અલગ જ છે. તે અસલી અને નકલીને શોધી કાઢે છે. સ્નેહાએ કહ્યું હતું કે શોમાં શિલ્પા જ સોૈથી વધુ સારી હતી, તેણે ઇમાનદારી સાથે કામ કર્યુ અને તે વિજેતા બની ગઇ. હું હવે ચોક્કસ આ શોમાં ભાગ લઇશ.