ફિલ્મ જગત
News of Monday, 20th September 2021

રણબીર કપૂર સાથે મળીને પાપા મહેશ ભટ્ટનો જન્મદિવસ ઉજવ્યો આલિયા ભટ્ટે

મુંબઈ: બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ આજે તેમનો 73 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમની પુત્રી અને રણબીર કપૂરે સાથે મળીને આ ખાસ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો છે. તાજેતરમાં મહેશ ભટ્ટના જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો સામે આવી છે. આ ફોટામાં જોવા મળી રહ્યું છે કે રણબીર કપૂર, પૂજા ભટ્ટ અને આલિયાએ પાપાનો જન્મદિવસ સાદગી સાથે પરંતુ ભવ્યતાથી ઉજવ્યો છે. તસવીરો શેર કરતી વખતે, આલિયાએ કેપ્શનમાં પ્રેમાળ રીતે તેની 'પોપ્સી'ની શુભેચ્છા પાઠવી છે.

(4:45 pm IST)